STORYMIRROR

Manali Sheth

Abstract Inspirational

4  

Manali Sheth

Abstract Inspirational

ફાધર્સ ડે

ફાધર્સ ડે

1 min
211

પપ્પા એટલે સંઘર્ષગાથા

જીવન તેમનું સમજાવે રાખો આશા,


યુવાવસ્થાથી પ્રૌઢાવસ્થાની સફર

કેટ કેટલી સમસ્યામાં રહ્યા અફર,


બે દીકરીઓ ના મહેકતા બાપ

હંમેશા શીખવાડે માનવતા માપ,


પિયરનું એવું દિલદાર બારણું

જે તત્પર રહેતું અને હંમેશા આવકારતું,


ઉંમર થઈ એવું એમને ના કહેવાય

હું કરીશ જ મારી જાતે, અને કેમ ના કરાય ?


પ્રૌઢાવસ્થામાં અડગ વિશ્વાસ અને સ્વમાન

કરીશ ના મારી ચિંતા, કરવા સક્ષમ છું હું મારું કામ,


વિદાયથી લઈ અને માતૃત્વની મારી સફરની વાત

પિતાની હાજરીમાં મા જેટલો જ સંગાથ,


પૌત્રી ને પણ આપતા જ્ઞાન, દુનિયાદારીમાં રહો સભાન

જીવન તમારું એવું જીવો, સૌથી પહેલા માણસ બનો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract