પછી ફોન કરજો
પછી ફોન કરજો
લગાગા લગાગા લગાગા લગાગા
મને સંઘરું છું, પછી ફોન કરજો!
બધે તો' ફરું છું, પછી ફોન કરજો!
બજારે ખરીદું, નથી તોય ચિંતા,
મને વાપરું છું, પછી ફોન કરજો!
ન સમજાવ એવો રહું નહીં જરાયે,
મને આછરું છું, પછી ફોન કરજો!
નથી દાંત ઉંદર સમા, તોય આ શું?
સમય કાતરું છું, પછી ફોન કરજો!
ક'દી તો મળે રાહ 'સાગર' નવો કો',
મને ચાતરું છું, પછી ફોન કરજો!