પાવન પ્રેમ
પાવન પ્રેમ
પાવન પ્રેમનું ઝરણું સદા વહેતું રહે,
પ્રેમ તો છે ઈશ્વરની દેન,
ઓળખવું આપણાં હાથની વાત છે
પ્રેમનું ઝરણું વહ્યા કરે અવિરત.
પ્રેમથી તો આ સંસારના બધા જ સુખ છે
પડખે ઉભો પતિનો સાથ,
પ્રેમ રૂપી ઝરણાંમાં આવી જાય શીતળતા
અને માતા - પિતાનાં પ્રેમનું ઝરણું હોય છે મૃત્યુ પર્યંત.
જવાન હૈયા શું જાણે પ્રેમને,
ભેટ અને ફરવાને આપે પહેલી અહેમિયત
મુલાકાત વધુ મજબૂત બને અને.
બંધન બંધાય સાત ફેરામાં,
પાછા સાત વચન આવે ને જીંદગી
આખી પીછો ના છોડે.
સાત જન્મોનો સવાલ છે,
દરેક જન્મે પ્રેમનું ઝરણું સાથે લઈને આવે,
ફરીથી એ જ સમયનું ચક્ર,
પ્રેમના ઝરણાથી પ્રેમના ઝરણાં સુધી.
