STORYMIRROR

Tirth Soni "Bandgi"

Classics Others

4  

Tirth Soni "Bandgi"

Classics Others

આભાસ થયો

આભાસ થયો

1 min
342

નથી કોઈ આસપાસ તોય અથડાયાનો આભાસ થયો,

રણમાં ભટકતાં વણજારાને કોઈના સાથનો આભાસ થયો.


વર્ષોથી તરસ્યું જાણે આભ તાકતું ઊભેલું છોડ રણનું,

ઓચિંતા અષાઢી અનરાધાર થઈ વરસ્યાનો આભાસ થયો.


મુસાફિર થઈ મેં માંડ કરીને પાર કર્યો આ રણ દરિયો,

મધદરિયે અટવાયો તોય મને તટ જડ્યાંનો આભાસ થયો.


ચાલતાં ચાલતાં થાક લાગે તો ઝાંઝવાં અમારું ઠેકાણું,

ઝાંઝવા પાછળના અનંત પ્રવાસ બાદ જળ મળ્યાનો આભાસ થયો.


પરોપકારમાં જીવન વીત્યું, દાદા મેકરણ, ગધા ને શ્વાન નું,

તરસ્યાં જનને બંદગી કરતાં પ્રભુ પામ્યાનો આભાસ થયો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics