STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance Classics

4  

Ramesh Patel (Aakashdeep)

Romance Classics

હું તો મેહુલિયો...

હું તો મેહુલિયો...

1 min
347

હું તો મેહુલિયો

રંગે શામળિયો

અટખેલી વિનોદી રે અમ પંચાત

રે જ અમે નટખટ કાનુડાની જાત


ભણ્યા પાઠ કાનજીના

ગાજ્યા પણ વરસ્યા ના

દોટે દોડાવીને હસીએ રૂડી ભાત

રે જ અમે નટખટ કાનુડાની જાત


વાગે વાંસલડી

ગાજે આભલડી

થનગન નચાવીએ મોરલા દિન-રાત

રે જ અમે નટખટ કાનુડાની જાત 


એ ફોડે માટલિયું

હું ધરું લપસણિયું

પથપથ વેરીએ વ્યંગની સોગાત 

રે જ અમે નટખટ કાનુડાની જાત


હૈયાના આ લાડ

વ્હાલપના પાઠ

ધરણીની સોઢમની ભૂલશો ના વાત

રે જ અમે નટખટ કાનુડાની જાત


Rate this content
Log in

Similar gujarati poem from Romance