હનુમાન
હનુમાન
રામ સંગાથે કાયમ ઉભા રહ્યા તમે હનુમાન,
રામકાજે સદા હાજર રહ્યા તમે હનુમાન,
રામ સીતા વિયોગે અરણ્ય વનમે ભટકે,
સુગ્રીવ મૈત્રી મેળાપ કરાવ્યો તમે હનુમાન,
વચન આપ્યું રામને સીતા મેળાપ મિલનનું,
વધ કર્યો ભીમ અભિમાનનો તમે હનુમાન,
સીતા શોધે વાનરસેના લગાવી તમે હનુમાન,
સાગર વીંધી માતા મુદ્રિકા પહોંચાડી તમે હનુમાન,
લીધો સંદેશ તને રામનો ચાલ્યા તમે લંકા હનુમાન,
લાવ્યા પાતાળેથી ભાઈબંધુ રામલખને તમે હનુમાન,
ઉપકાર રહ્યા તમારા મુજને રામ ઉપર તમારા હનુમાન,
રાખ્યા કાયમના ઋણી અમને કેમ તમે હનુમાન.
