STORYMIRROR

Krishna Mahida

Classics Inspirational

4  

Krishna Mahida

Classics Inspirational

ને પછી

ને પછી

1 min
446

રોનક મારા ઘરની તું આમ કયાં ગઈ,

ને પછી કુમકુમ પગલે ઘર છોડી ગઈ.


માંડ હજુ જન્મી એ,મોટી કયારે થઈ,

ને પછી નાદાન હતી,સમજણી એ થઈ.


આમ તો તું ધાર્યું કરતી મરજી મુજબનું,

ને પછી જવાબદારી ઉપાડીએ ગજબનું.


સાવ નાની છે હજીએ અમારા માટે તું,

ને પછી અનુભવે પગભર બની મોટી તું.


ખરી ઉતરી જીવનની હરેક કસોટી પર,

ને પછી થયું શું અંતે નીજથી તું થઈ પર.


વિદાય અણધારી લીધી કંઈ કહ્યાં વગર,

ને પછી આદત ના જીવીશું કેમ તારા વગર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics