STORYMIRROR

Bindya Jani

Tragedy Classics

4  

Bindya Jani

Tragedy Classics

ખાલીપો

ખાલીપો

1 min
309

જીવનમાં જ્યારે ખોટ વર્તાય સ્વજનની, 

અંતરના ઉંબરે આવી ઉભે છે ખાલીપો. 


હોઠે હાસ્ય હોય ને પાંપણો થાય છે ભીની, 

ત્યારે દિલમાં દર્દ લઈ આવે છે ખાલીપો. 


યાદો તાજી થાય છે વિતેલા વર્ષોની ને, 

જીવનસફરની યાત્રા લઈ આવે છે ખાલીપો. 


જીંદગીના સુખદુઃખના પાના ઉથલાવી, 

ત્યારે સ્વજન નું સ્મરણ લઈ આવે છે ખાલીપો. 


વાસ્તવિકતા સમજાય છે જીંદગીની ત્યારે, 

મોહમાયાના બંધનો છૂટી આવે છે ખાલીપો. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy