STORYMIRROR

Hiten Patel

Romance Classics Inspirational

4  

Hiten Patel

Romance Classics Inspirational

તમે

તમે

1 min
714

તમે હો દૂર ત્યારે જિંદગી અડચણ લાગે છે, 

સ્મરણમાં તમને શોધતી હરક્ષણ લાગે છે. 


ભલે  હો  મૌન તમે મારી સામે  જોઈને, 

કાજળ ભર્યા નયન પણ વાત કરતાં લાગે છે. 


કોઈ રોકશો નહિ વહેતાં આંસુ મુજ નયનમાંથી, 

આંસુઓના દર્પણમાં એમનું આગમન લાગે છે. 


નહિતર આવી રીતે દિલને દરદ થાય નહિ, 

ઊભય પ્રાણોનું પરસ્પર સમર્પણ લાગે  છે. 


લે, ગાઈ જો પ્રણયનું ઊર્મિગીત ઓ 'શાર્દૂલ'

સંબંધોના સહુ નક્શાઓમાં કેવું સગપણ લાગે છે !


મકતા

પાસે હતાં ક્યારનાંય, નયન મિલાવી શક્યો નહિ, 

હૈયે  હતી  વાત,  હોઠે  લાવી  શક્યો  નહિ, 


હવે   યાદ  કરુ  છું  તેમને  રોઈ  રોઈને ;

કિન્તુ  દરદને  દોસ્તો ! હળવું કરી શક્યો નહિ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance