STORYMIRROR

Dina Chhelavda

Classics Inspirational

4  

Dina Chhelavda

Classics Inspirational

આંગણ સુધી ગઈ

આંગણ સુધી ગઈ

1 min
461

યાદોની મીઠી સુગંધ મારા શ્વાસ સુધી ગઈ,

પછી ત્યાંથી આગળ એક વાત સુધી ગઈ,


સખીઓ મળી વરસો પછી અચાનક રસ્તામાં,

ને વાત છેક ભણેલા તે પાઠશાળા સુધી ગઈ,


પ્રાંગણમાં સાથે ગાતા તે પ્રાર્થના લગી થઈ,

ને વાત દોડતી કુદતી બાળપણ સુધી ગઈ,


હસતાં રમતાં મોજભર્યા દિવસોની ચર્ચા ચાલી,

પછી અમે સહુ પંખી ઉડતા તે આંગણ સુધી ગઈ,


સાત રંગના સપને સરતી સરતી છેક સખીઓ,

તપાસ કરો વાત કોના કોના શહેર સુધી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics