STORYMIRROR

'Sagar' Ramolia

Classics Inspirational

4  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-૧૮

સરદારનું ગીત-૧૮

1 min
537

રચનાકાર્યારંભ (ઈ.સ. ૧૯૧૯)


ચૂંટાયા ચૂંટણીમાં છે, નવા નવા યુવાન રે;

થયો વલ્લભભાઈનો, પક્ષ છે બળવાન રે.

અસહકાર મંડાયો, દેશમાં જોરદાર રે;

હચમચી ગઈ તેથી, અંગ્રેજ સરકાર રે.


અમદાવાદ શાળામાં, અંકુશ ફગવાય રે;

ને સરકારની ગ્રાન્ટ, લેવાનું બંધ થાય રે.

ખેંચ શહેરમાં ખૂબ, પાણીની વરતાય રે;

યોજના સર્વગ્રાહીનો, ધીમો વિચાર થાય રે.


ખૂંચે વલ્લભભાઈને, ગતિ ગોકળગાય રે;

યોજના અમલી માટે, તલપાપડ થાય રે.

બોર્ડમાં કરવા જાય, ઠરાવને પસાર રે;

કરે અમલદારો ત્યાં, તોછડો વ્યવહાર રે.


કલેકટર પાસે આ, મોકલ્યો છે ઠરાવ રે;

કામ થૈ જાય તાકીદે, એવો દીધો સુઝાવ રે.

કલેકટરની રાયે, યોજના ફેરવાય રે;

ઉનાળો આવ્યો તોયે, કામ કશું ન થાય રે.


વાયદા સરકારીમાં, આધાર ન રખાય રે;

હવે વલ્લભભાઈથી, વિલંબ ન સહાય રે.

નિષ્ણાતો ખાનગી પાસે, લેવા જાય સલાહ રે;

વ્યવસ્થા છે કરી એવી, થૈ’ ગઈ વાહવાહ રે.


ગિરદી કરવી ઓછી, એવું આવેલ કામ રે;

એક પ્લાનિંગ કાબેલ, જેનું મિરેમ્સ નામ રે.

તેમણે નકશા સાથે, યોજના છે કરેલ રે;

રિલીફરોડ માટેની, યોજના સૂચવેલ રે.


જેથી ભીડ રિચીરોડે, ઓછી કરી શકાય રે;

ઠરાવ યોજનાનો આ, જલ્દી પસાર થાય રે.

કલેકટરની ટીકા, અ’છાજતી ગણાય રે;

તેથી તે ખેંચવા પાછી, તેને પત્ર લખાય રે.

**

અસહકારનો જ્વાળ, ફેલાયો પૂરજોશમાં;

કૂદ્યા વલ્લભભાઈ તો, આવીને ખૂબ હોંશમાં.

(ક્રમશ)



Rate this content
Log in

Similar gujarati poem from Classics