હજુ યાદ છે
હજુ યાદ છે
1 min
298
બાળપણ ગયું એજ તો ફરિયાદ છે,
નારંગી ગોળીનો સ્વાદ હજુ યાદ છે.
વાગોળીએ છીએ જયારે એનું ગળપણ,
ખોબામાં લખોટી, ભમરડો હજુ યાદ છે.
ખાટ્ટી આંબલી ને ફાલસાની મિજબાની,
લીમડાનો એ છાંયો હજુ પણ યાદ છે.
ટપ ટપ કરતી ટપકતી પાકી લીંબોળીઓ
રમકડાના ત્રાજવે તોલતા હજુ યાદ છે.
આજના બાળકોને મોબાઈલમાં જોઈને,
એ ગિલ્લી દંડાની રમત હજુ યાદ છે.
ધૂળ ખંખેરી કપડાંની જાણે મોટા થઈ ગયાં,
કોડીથી અમદાવાદ રમતાંએ હજુ યાદ છે.
ધ્રુજતા હાથ ને આંખોની ઝાંખી રોશની,
પણ સ્મૃતિમાં હેમખેમ બધું હજુ યાદ છે.
