Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Classics

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Classics

દીપ તારા સ્મરણના

દીપ તારા સ્મરણના

1 min
311


મખમલી અંધારે પ્રગટે છે દીપ તારા સ્મરણનાં,
એકાંતમાં સહારો બને સંભારણા તારા સ્મરણનાં !

ઝખ્મો પુરાણા ખીલી જાય નિરવ સન્નાટામાં જ્યારે,
દિલને શાતા બક્ષે છે રોજ મલમ તારા સ્મરણનાં !

યુગોથી થિજેલો હિમાલય ઓગળે પછી અંતરમાં,
આંખોથી વહે વિરહ બની ઝરણાં તારા સ્મરણનાં !

તારા આગમનનો પગરવ ને અપલક મારી આંખો,
આભાસ છેતરે છે બની પડછાયા તારા સ્મરણનાં !

હવે તો પ્રણયમાં પણ થયો છે એક મહાપ્રલય,
મોતની ખબર બની ગુંજે ભણકારા તારા સ્મરણનાં !

એક પાનખર જુદાઈની, ને ખરે પીળા પર્ણો વ્યથાનાં,
પછી વિરહની વસંતમાં ઉઘડે પુષ્પો તારા સ્મરણનાં !

વ્યથાઓ હવે તો ફાવી ગઈ છે મુજને કૈક એ રીતે,
કે શબ્દોમાં ઘૂંટાયા છે દર્દ સઘળા તારા સ્મરણનાં !

"પરમ" મિલનના આભાસની હતી એ પરાકાષ્ઠા,
"પાગલ" કરી સરકી રહ્યા પાલવ તારા સ્મરણનાં !


Rate this content
Log in

Similar gujarati poem from Romance