શરૂઆત કરવી પડશે
શરૂઆત કરવી પડશે
આપણા માંથી કોઈએ તો શરૂઆત કરવી પડશે,
અંધારી અમાસ 'ને અજવાળી પૂનમની રાહ જોવી પડશે,
બીજાને દેખાવે, દેખાવો કરતા ફળશે નહિ જિંદગી,
વાતની વાત સાંભળતા, વાતની શાંતિ રાખવી પડશે,
અંત-આરંભ છે પારકી આશા કાયમ નિરાશા લાવે,
કોઈએ તો આપણી ઘાતકી ઘાતને ક્યારેક વિદારવી પડશે,
સમસ્યા એક પુરી કરો ત્યાં હજાર તો બીજી આવાની,
કોઈએ તો જાત બાળી જાત ઉગારી પડકારવી પડશે,
પ્રજ્વલિત થઈ જવું છે આત્મબળ અત્યંત વધારી,
કોઈએ તો જીવનમાં નાત દૂર કરી જાત સ્વીકારવી પડશે.
