STORYMIRROR

'Sagar' Ramolia

Classics Inspirational

4  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-રપ

સરદારનું ગીત-રપ

1 min
604

મ્યુનિસિપાલિટીનો જંગ (ઈ.સ. ૧૯રર)


સુરત અમદાવાદ, ને નડિયાદ ગામ રે;

એ સરકારની સામે, યુદ્ઘે ચડેલ ધામ રે.

મ્યુનિસિપાલિટીઓ ત્યાં, બરતરફ થાય રે;

પ્રજાને કરવા તાબે, સરકારી ઉપાય રે.


આપ્યો વલ્લભભાઈએ, આપણો છે હિસાબ રે;

અમદાવાદના લોકો, બન્યા છે લાજવાબ રે.

કોઈ ન બાળકો મૂકે, સરકારી નિશાળ રે;

મંડળની નિશાળોમાં, છે ઉભરાય બાળ રે.


કાયમી નોકરી છોડી, શિક્ષકો ન દુભાય રે;

તેઓને થાય સંતોષ, પગાર છે અપાય રે.

જરા પણ નથી દેતી, સરકાર સહાય રે;

તેઓના નિયમોનો જ, પ્રજાથી ભંગ થાય રે.


સરકાર ગઈ ઝૂકી, સમાધાન કરાય રે;

શાળા બાબતનો અંતે, પૂરો હિસાબ થાય રે.

નાણાંના ઉપયોગોનો, કોર્ટ ચડેલ કેસ રે;

થૈ સરકારની હાર, ચાલ્યું એમાં ન લેશ રે.


સુરત નડિયાદેય, ખૂબ જામેલ જંગ રે;

સાથ વલ્લભભાઈએ, આપ્યો રાખી ઉમંગ રે.

શાળાઓ અપનાવે છે, પૂર્ણ અસહકાર રે;

આપેલ સાથ લોકોએ, એમાંય જોરદાર રે.


તાળાં તોડી નિશાળોનાં, ઝળકે સરકાર રે;

બહારવટિયા જેવું, કામ કરે અપાર રે.

પ્રજાએતો કરી દીધું, દેવાનું કર બંધ રે;

સરકાર કરે જપ્તી, લૂંટ એ અકબંધ રે.


લૂંટે છે માલ દાગીના, ધોળે દી’ સરકાર રે;

ચોર સારો કહેવાય, આતો લૂંટે ધરાર રે.

ડગે નહિ છતાં લોકો, રહે બની મહાન રે;

શીખે બાળક શાળામાં, જાળવતાં સ્વમાન રે.

**

શિક્ષકો ને શહેરીઓ, ભોગ તો આપતા ઘણો;

એનાં ફળ સ્વરૂપે તો, થયો વિજય આપણો.

(ક્રમશ)



Rate this content
Log in

Similar gujarati poem from Classics