Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-૧૦

સરદારનું ગીત-૧૦

1 min
686


બેરિસ્ટરી (ઈ.સ. ૧૯૧૩થી)


ઓગણીસો અને તેરે, તેઓ આવ્યા સ્વદેશ રે;

બેરિસ્ટરી તણો તેણે, પહેર્યો ગણવેશ રે.

મુંબઈ જલદી છોડી, અમદાવાદ જાય રે;

સાથે જ લોકસેવાની, કમાણી પણ થાય રે.


ભાઈ વિઠ્ઠલ સંભાળે, ધારાસભા વિભાગ રે;

ને પોતે ઘર સંભાળે, એવા પાડેલ ભાગ રે.

એક કેસ બહાનાથી, ગયા પંચમહાલ રે;

કેસમાં મેળવી જીત, મળ્યું સૌનું વહાલ રે.


અમદાવાદ આવીને, ભાડે રાખ્યું મકાન રે;

ફર્નિચર લઈ આવી, સજ્યું જાજરમાન રે.

કરે તેઓ રજૂઆત, કેસની જોરદાર રે;

સામેના પક્ષનો તેઓ, જાણી લેતા મદાર રે.


જજને ન જવા દેતા, મર્યાદાની બહાર રે;

સાંખી લેતા ન કોઈનો, અસભ્ય વ્યવહાર રે.

કેસ સોંપી બની જાય, અસીલ તો નચિંત રે;

શ્રદ્ઘા કારણ એનું છે, મળે જરૂર જીત રે.


કરે કઢાવવા વાત, તે’ ઊલટ તપાસ રે;

ખોટા જવાબ દેવાનો, રહે ન અવકાશ રે.

બારૈયા ખૂન બારામાં, બે જણ પકડેલ રે;

એક પોલીસ સાક્ષીમાં, તૈયાર થૈ ગયેલ રે.


તેની વલ્લભભાઈએ, પૂછતાછ કરેલ રે;

જેથી મુખી જુબાનીમાં, સાવ તૂટી ગયેલ રે.

દસ્તાવેજો બને ખોટા, ગામ એ ઉમરેઠ રે;

સંડોવી દે ગમે તેને, હોય નોકર-શેઠ રે.


શરાફ એક સાક્ષીમાં, કોર્ટમાં જૈ ચડેલ રે;

એના વલ્લભભાઈએ, ભૂંડા હાલ કરેલ રે.

સિંહશાવક જેવા તે, કોર્ટને ગજવેલ રે;

મોટા મોટા વકીલોને, ખૂબ ભારે પડેલ રે.


દિવસે દિવસે તેઓ, આગળ વધતા જતા;

જે કેસ હાથમાં લેતા, ચોક્કસ જીતતા હતા.

(ક્રમશ)



Rate this content
Log in