STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Tragedy Thriller Others

4  

Jaya. jani. Talaja."jiya"

Tragedy Thriller Others

પાંપણનાં પ્રાંગણમાં

પાંપણનાં પ્રાંગણમાં

1 min
245

પાંપણનાં પ્રાંગણમાં,

અદાલત હવે ભરાશે,

અશ્રુ ને સરેઆમ-

એ પ્રશ્ન પૂછાશે ? 

કોના નામે વહ્યાં,

ફરેબમાં વહ્યાં કે, 

વફામાં સર્યાં,

પાંપણનાં પ્રાંગણમાં, 

અદાલત હવે ભરાશે ...


પરસેવો ઓઢી પરિશ્રમીઓ ઊભાં,

કાપડનાં તાકા ને તર્ક તે કરાશે ? 

રક્તથી ખરડાયેલાં લાખો જીવો-

શું તમારાથી શણગારાશે ? 

પાંપણનાં પ્રાંગણમાં, 

અદાલત હવે ભરાશે ...


પવન ને ફાકતો ભિખારી ધરા પર, 

આમ જ ભટકશે ક્યાં સુધી ?

પ્રશ્ન એ હવે એરકન્ડિશનને કરાશે ? 

પાંપણનાં પ્રાંગણમાં, 

અદાલત હવે ભરાશે..


કુંવારી કન્યાની કીકીએ, 

કરી આત્મહત્યા,

એ ગુત્થી માતા-પિતાની, 

બુદ્ધિમાં ન આવી,

કેમ થયો વિલંબ, વિદાય કરવા કન્યાને ?    

એ પ્રશ્ન પેઢીને હવે પૂછાશે ? 

પાંપણનાં પ્રાંગણમાં,

અદાલત હવે ભરાશે..


પુરુષોના બધા અધિકાર

સ્ત્રીની બધી ફરજો

આ ગોઠવણીની જોગવાઈ,-

કોનાથી ગોઠવાય ?

હળહળતો પ્રશ્ન દરેક, 

સમાજને પૂછાશે, 

પાંપણનાં પ્રાંગણમાં, 

અદાલત હવે ભરાશે ...


મોહમાં રહેલી 'મા'ને પુત્ર મોહનો        

પ્રશ્ન પણ હવે પૂછાશે !

સ્ત્રી થઈને સ્ત્રી અસ્તિત્વનો, 

નાશ થયો તારા હાથે,   

દીકરા દીકરીના અસંતુલનનો પ્રશ્ન,   

લાખો વાર 'મા'ને હવે પૂછાશે ? 

પાંપણનાં પ્રાંગણમાં,

અદાલત હવે ભરાશે ...


થરથરતી જાંઘે જાયાને જન્મ દીધો,

એ કાળજાયે બુઢાપાને ધક્કો દીધો,

ક્રુરતાની કરવત કન્યા પર, 

યુગોથી કરતી રહી, 

દીકરી, પત્ની, 'મા' નારીનાં રૂપ, 

કાળચક્રમાં પીસયા શા'?

સમાજને સવાલ આ હવે પૂછાશે, ?

પાંપણનાં પ્રાંગણમાં,

અદાલત હવે ભરાશે ...


ત્યકતા, વિધવા, અનાથ, અસહાય, 

બાળકી, બુઢી, કુવારી કન્યાની, 

અશ્રુની પુકાર ગુંજશે આજ,-

પાંપણની અદાલતમાં,

પાંપણનાં પ્રાંગણમાં, 

અદાલત હવે ભરાશે ...


સ્ત્રીના નામનો ચોપડો,  

ટેબલ પર હવે મૂકાશે, 

ન્યાય-અન્યાય નો ચુકાદો હવે થશે, 

વર્ષો જૂની વેદના બોલશે આજ,--

પાંપણની અદાલતમાં,

પાંપણનાં પ્રાંગણમાં,

અદાલત હવે ભરાશે ...

✍️જયા.જાની.તળાજા."જીયા "




Rate this content
Log in

Similar gujarati poem from Tragedy