STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Fantasy Inspirational Others

3  

Rupal Sanghavi "ઋજુ"

Fantasy Inspirational Others

પાનખરમાં વસંત

પાનખરમાં વસંત

1 min
182

જીવનમાં પાનખર છતાં વસંત મ્હેંકી ગઈ,

પાકી ઉંમરના પાનને પણ લીલાશ દૈ ગઈ,


પંડે ફૂટી કુંપળ નવી ને ખોળો ભરી ગઈ,

અસીમ શ્રદ્ધા ઈશમાં આજે ફળી ગઈ, જીવનમાં ..


કોયલ આવી આશનો ટહૂકો કરી ગઈ,

માતૃત્વના એંધાણનું કિરણ ધરી ગઈ, જીવનમાં ..


નાની નાની પગલીઓ દિલમાં ઝીલી ગઈ,

વાસંતી વાયરે પાનખરની કાયા ખીલી ગઈ, જીવનમાં ..


આકાર લેતી કલ્પનાની છબી હસી ગઈ,

ભીંજાય હૈયું મમતાની હેલી વરસી ગઈ, જીવનમાં .


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy