પાનેતર
પાનેતર
પીળા શા પાનેતર નવવધૂના, રૂપમા દીપતી,
લાડલી દીકરી કંઈ જીવનના માંગલ્યની દીવડી.
અર્પી કન્યાદાનને નીરખતાં, પિતા માત વાત્સલ્યથી,
પ્રભુતામાં પધારી આજ યાચે આશિષ માંગલ્યથી.
ભાલે ચંદ્રક તેજ શું ઝળહળે સોને મઢ્યો ચૂડીલો,
કંઠે છે મણિમંગલ મલપતુ શું મુખ શોભે તેજીલો.
ચમકે ચૂંદલડી પગે નૂપુરનો ઝંકાર મંજુલ શો,
માંગે આ, પાનેતર પહેરી, હે ઈશ માંગલ્ય શો.
વર્ત્યા મંગલ ચાર, સપ્તપદીના માંગલ્યના ચાલીને,
રાખો જીવનમાં સદા કર ગ્રહી, સાક્ષી ધરી અગ્નિને.
સાચાં સાથી બની તમે ઉભયનાં, સૌ સંકટો ટાળીને,
અન્યોન્યે લહી ઉચ્ચભાવ, કરજો દામ્પત્ય માંગલ્યને..
