STORYMIRROR

Rekha Shukla

Abstract

3  

Rekha Shukla

Abstract

પાદરે

પાદરે

1 min
123

હતા હેતના હૂંફાળા માળખાં પાદરે

એકલતાના નામે, માણસ નામે દરિયો

વેદનાની ચીસે દરિયામાં આવે મોજા,


મૌનની ચીસો ઉછાળે આવીને મોજા

 રડતો છાનો ન રહે માણસ નામે દરિયો,


અબોલ ને અબોધ ભીંતો રૂવે મકાનની

ટીંગાઈ ને ધૂળ ચાટે યાદો લાગણીની,


પાછું વળીને જોયું શું પાદરે, થયું જાગરણ પાદરે

પુષ્પો પ્રભાતી નગરવૃક્ષી પાદરે, ખટમીઠ્ઠા સ્મરણ પાદરે,


બુલબુલ કરે ટહુકાઓ પાદરે, અભિવાદન કરે વડ પાદરે

વરસાદી સોડમની મહેંક પાદરે, સુગંધીત સરવર પાદરે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract