ઓનલાઈન ભણતર
ઓનલાઈન ભણતર
શાળા આવે ઘરે, આંગળીનાં ટેરવે,
દૂર બેઠાં શિક્ષકો બાળકોને ભણાવે,
ભણવાની વિવિધ ઓનલાઈન એપ,
ફૂલ કરે લેપટોપનું ડૅસ્કટોપ,
ટીચર કરે અઢળક મહેનત,
જાણે જાદુગરની કરામત,
શીખવાડે ઓનલાઈન ભણતર,
ડિજિટલ દુનિયાનું ગણતર,
ઉપયોગ ઈન્ટરનેટનો સમજણે,
છે એ ભાગ જીવનશિક્ષણે,
બદલાઈ ગઈ વ્યાખ્યા શિક્ષણની,
છે બોલબાલા ઓનલાઈન ભણતરની.
