Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Abstract Inspirational

3  

Mrugtrushna Tarang

Abstract Inspirational

ઓળખો ઇ કોણ !?

ઓળખો ઇ કોણ !?

2 mins
358


છ ફૂટી ઊંચાઈએ આંબવા ચાહતો'તો 

આકાશ ને ઊડવાને હતો જે બેતાબ....

ભણતર ઑક્સફર્ડમાંથી મેળવીને ય

ન ઊડવી શક્યો રે માનવી ! એક વિમાન

બની વિમાનવાહક...


રૈ ગયાં સઘળાં ઓરતાં, મનના મનમાં રે !

પણ,

કિસ્મત ટેકવી રહી ઘૂંટણ, કે, છ ફૂટી ઈ દેહ

આજે વસતો હૈયે સહુને, કલાકારી થકી...

છાપતો થૈ ગ્યો ઈ અબજો આભે આંબવા જોગ..

ચિત્રસ્ફિતિ મહીં ઊડાવતો અનેકો વિમાન, ઍર બલુન્સ..

....જ્યાં લાગે કે, તકદીરનું તાળું થૈ ગ્યું છે જામ...

લ્યો એક નાનકડો યુ-ટર્ન...

તદબીર આંબવાને આપશે બીજું, ત્રીજું યુનિવર્સ..

બસ, હૈયે હામ, હાથે જોમ ને હોઠે મીઠડી વાણી

જો હશે, નૈં તોડી શકશે કોઈ તમારું આત્મ સમ્માન.. !

ઓળખો ઈ કોણ !


ટપ ટપ, ટપ ટપ વરસતાં જર્જરિત એ છત નીચે,

એક જીર્ણ દેહ, તગતગી રહ્યો'તો, અભ્યાસ કરવાને...

ભણીગણીને કરવા ચાહી રહ્યો ઉદ્ધાર જન્મદાતાનો...

અખબાર વેચી વાયુ સૈનિક બનવાનું સ્વપ્ન સેવતો જે,

ઍયરોસ્પેસમાં ઇજનેરી ભણ્યો ને મિસાઈલ મેન કહેવાયો.

ઠેકઠેકાણેથી ખાઈ ઠોકર, ઈ દેહ, પહોંચ્યો ઈસરોએ... 

પોખરણમાં દ્વિતીય પરમાણુ પરીક્ષણમાં થયો સહભાગી.. !

ને ઉમદા કામગીરી પાડી પાર : 'ભ્રષ્ટાચાર મિટાવવા ચલાવી

એક આગવી ઝુંબેશ... નામે -

'કઈ કાર્યવાહી કે પદ્ધતિ મારા થકી મેળવી આપી શકું

ભ્રષ્ટાચારનાં વિરોધમાં.. !


તેજ આંખોનું થયું ઓછું, ન જોઈ જાણી શક્યો સુંદર વિશ્વ આ,

પણ, ન હાર્યો એ હિંમત ને બન્યો આબાલવૃદ્ધનો ઘડવૈયો અનેરો !

સ્વયં ભણી ગણીને થયો શિક્ષક, જ્યાં થઈ શક્યો હોત ચિકિત્સક !

પણ, રોશની આંખોની સાચવવા ઇ ઈસમ... અવતરણ પામ્યો તહીં

કે જ્યાં મુંબઈ મહાનગરીની અનેકાનેક ઝુગ્ગીઓ પ્રસરેલી શ્વસી રહી

છૂટપુટ વ્યવસાયોની સ્વપ્ન નગરીમાં જીવતા અસંખ્ય જીવજંતુઓ...

મિલેનિયમ ફિલ્મનો નાયક બન્યો, તો બન્યો બીજો કૉમેડિયન પણ..

ગટર વહેતી જ્યાં તોય માનવતા શ્વસતી દિન રૈન, લીવર નામે વખણાતી !

ચિલ્લર કમાવી આપતી તો, કરોડો લૂંટાવીય દેતી મધ્યમવર્ગીય માણસથી.. !

બીએમડબલ્યુ કમાવી આપતી, ઘોડાગાડી લૂંટાવી દેવામાં મદદે કરતી.. !


અરમાન સહુનાં પૂરા કરાવે શ્રદ્ધા, સબૂરી, વિશ્વાસ ને મહેનત કરવા શીખવતી !

આળસ છોડી, આગળ વધવા રમાડતી, ચમકીલી દુનિયા ય બતાવતી.. !

રે માનવી ! ચેતી જા...

કે જગમાં કોઈ કોઈનું નથી રે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract