ઓઢી પાનેતર તારાં નામનું
ઓઢી પાનેતર તારાં નામનું
ઓઢી પાનેતર તારાં નામનું
તારી સુહાગન થાવું છે
હાથોમાં લગાવી મહેદી
તારું નામ ચીતરવું છે,
તારા નામની કંગન પહેરી
ઝાંઝર પહેરી ઝૂંમવુ છે
લગ્નના સાત ફેરા લઈ
સાત જનમ બંધાવું છે,
ઓઢી પાનેતર તારાં નામનું
જયારે પૂરે સેંથીમાં સિંદૂર
એ જ સમયે તારી થાવું છે,
જયારે તું પહેરાવીશ મંગળસૂત્ર
તારી સાથે બંધનથી બંધાવું છે
ઓઢી પાનેતર તારાં નામનું
તારી સુહાગન થાવું છે.

