ઓ યુવાનો
ઓ યુવાનો
એક વાત કહું છું યુવાનો,
સમજો તો વાત સમજાવું છું;
જીવનમાં તો ડગલે પગલે,
આવશે રોજબરોજ કસોટી;
હિમ્મત રાખીને પગલું ભરવું...
પરેશાનીથી ડરવું નહીં,
નાની નાની વાતમાં દુઃખી થવું નહીં
મન અને મગજમાં ભાર રાખવો નહીં;
ડિપ્રેશનમાં આવી ખોટું પગલું ભરવું નહીં,
જે માતા-પિતાએ મોટા કર્યા છે;
એને રડતાં મુકીને,
આત્મહત્યા કરશો નહીં;
શા માટે આવી ભૂલ કરો છો...
સમજો યુવાનો વાત આ,
સમજો માતા-પિતાની ભાવનાઓ,
ખોટું પગલું ભરી
પછી પસ્તાવાનો અવસર મળશે નહીં,
આવી અમૂલ્ય જિંદગી એમ વેડફશો નહીં.
એક વાત કહું છું યુવાનો,
દિલમાં આ વાત રાખજો,
અંધારી રાત પછી ઉજળી સવાર આવે છે;
આશા થકી જીવન ઉજળું છે.