નવો આરંભ
નવો આરંભ


દરેકે દરેક ચીજનો, ક્યારેક તો થયો હોય છે નવો આરંભ, એટલું જ્ઞાન છે
નવો હોય આરંભ તો, એમાં રાખવાનું ઘણી બધી બાબતોનું ધ્યાન છે,
નવા પ્રારંભનો મજબૂત આરંભ બની રહે છે આશીર્વાદરૂપ
સારી શરૂઆત નવા પ્રારંભની, સારા સંકેતનું નિશાન છે,
નવા પ્રારંભ સમયે હોશ અને જોશ રાખવાના હોય છે માપમાં
માત્ર આરંભે ન બની રહીએ શૂરા, એ વાતનું રાખવાનું પ્રમાણભાન છે,
સૂર્યાસ્ત અને સૂર્યોદયની વાત હોવી જોઈએ હંમેશા ધ્યાનમાં
ચડ-ઉતર છે જિંદગીનો ભાગ, નવા પ્રારંભ સમયે રાખવાનું એટલું અનુસંધાન છે,
જુની ચીજો અને જુનો જમાનો સમય સાથે જાય છે બદલાઈ
નવા પ્રારંભ સમયે આટલું સ્વીકારીને રહેવાનું સભાન છે,
બદલાતા દોર સાથે કદમ મિલાવવા છે ખૂબ જ જરૂરી
તકનીકી કૌશલ્ય, સફળતા માટેનું જ્ઞાન અને વિજ્ઞાન છે,
આત્મવિશ્વાસ જ સફળતાની ચાવી, આત્મવિશ્ર્વાસ જ અભયદાન છે
શ્રદ્ધા અને આત્મશ્રદ્ધા નવા પ્રારંભ માટે બની રહે વરદાન છે,
કોઈ પણ નવા પ્રારંભ સમયે, દેવ ગણેશનું ધરવું જોઈએ ધ્યાન
શ્રી ગણેશની વિધ્નહર્તા અને સુખકર્તા તરીકે પવિત્ર શાન છે.