Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

નવો આકાર તું આપજે

નવો આકાર તું આપજે

1 min
171


ખૂટે મારા હૃદયમાં શ્વાસ તો ધબકાર તારો તું આપજે,

હારી જાવ જીવનમાં ત્યારે તારા હોવાનો અણસાર તું આપજે,


સૂનકાર વ્યાપ્યો મારા હૈયે, વિરાન બની છે દિલની ધરા,

હૈયે આશાની નવી કૂંપળ સજાવી, શણગાર તું આપજે,


સાવ સૂમસામ સડક જેવી બની છે હૈયાની સડક,

તારી આહટથી હૈયાને ઝણકાર તું આપજે,


વૃક્ષ વિનાની વેલડી છું, કઈ રીતે કરું મારો વિકાસ ?

જીવનમાં વૃક્ષ બની આધાર તારો તું આપજે,


હારી થાકી ને બેસી જાઉં જ્યારે હું જીવનની રાહમાં,

ત્યારે મંઝિલ સુધી પહોંચવા સહકાર તું આપજે,


પથ્થરમાંથી મૂરત બનવું છે મારે તો,

બસ તૂટી જાઉં ત્યારે નવો આકાર તું આપજે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy