STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

3  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 56

નવી અંતાક્ષરી - 56

1 min
299

(૧૬૬)

હોય પોચું સફેદ લાકડું,

બને દીવાસળી - રમકડું.

અરડૂસો ઊભો રાખી તાન,

બકરાંને ભાવે તેનાં પાન.


(૧૬૭)

નાની-મોટી બને વાંસળી,

સૂંડલા માટે આપે સળી.

કાગળમાંયે ખપ લાગે,

વાંસના પાવા બધે વાગે.


(૧૬૮)

ગરમીમાં ફૂલ બેસે લાલ,

શીમળો ફળથી માલામાલ.

એ કાંટાળા થડવાળું ઝાડ,

લાગે નહિ તો માનવો પાડ.


(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy