નવી અંતાક્ષરી 54
નવી અંતાક્ષરી 54
(૧૬૦)
પીલુડીનાં પીલું ખવાય,
લાકડું ભઠ્ઠામાં વપરાય.
પાન લાગે ચારામાં કામ,
પીલુડી કેવું રૂડું નામ!
(૧૬૧)
મહુડાનાં છે મોટાં માન,
કેવાં લહેરાય એનાં પાન!
મીઠાં ફૂલ ડોળીનું તેલ,
આપી કરતો કેવા ખેલ!
(૧૬ર)
લીમડો ઊભો ધરીને ધ્યાન,
કડવી છાલ કડવાં પાન.
કડવા તેલથી જંતુ મારે,
અનેક રોગોમાંથી ઉગારે.
(ક્રમશ:)
