નવી અંતાક્ષરી - 45
નવી અંતાક્ષરી - 45
(૧૩૩)
વટ પડે છે આ રાજાનો,
વિવાહમાં જેમ વાજાનો.
કેરીનું છે મહાન નામ,
સૌને ખુશ કરવાનું કામ.
(૧૩૪)
મોસંબીનો છે મીઠો રસ,
શરીરમાં એ લાવતી કસ.
ગોળ-ગોળ ને ખાટી-મીઠી,
એવી મોસંબીરાણી દીઠી.
(૧૩પ)
ઠંડી ઋતુમાં આવી પડે,
જામફળ બધે નજરે ચડે.
લીલા-પીળા રંગમાં શોભે,
બધે બિરાજે મોટા મોભે.
(ક્રમશ:)
