નવી અંતાક્ષરી - 31
નવી અંતાક્ષરી - 31
(૯૧)
કાચીંડો તો કરે કમાલ,
કદી ધોળો ને કદી લાલ.
ઋતુ સાથે બદલે રંગ,
ઝાડે ઝાડે કરે ઉમંગ.
(૯ર)
ગરોળી જંતુ પકડતી,
દીવાલે દીવાલે ફરતી.
ધીમે ધીમે લપાતી જાય,
જંતુ પકડી ઝટ ખાય.
(૯૩)
યાર અળસિયું ખેડૂતનું,
કરે કામ ખેતર ખેડનું.
ખેડૂતનું એ મદદગાર,
ઘણા કરતું એ ઉપકાર.
(ક્રમશ:)
