નવી અંતાક્ષરી - 29
નવી અંતાક્ષરી - 29
(૮પ)
માંકડ મહા ચોર ગણાય,
સંતાઈ લોહી ચૂસતો જાય.
લોહી ચૂસીને જાડો બને,
ઊંઘવા દેતો ન માનવને.
(૮૬)
નાનું કદ નુકસાન મોટું,
ઊધઈ કરે લાકડું ખોટું.
લાકડું કાગળ ખાતી ખાતી,
ચીજ-વસ્તુ બગાડતી જાતી.
(૮૭)
તમરું રાતે ખૂબ બોલે,
મસ્તીમાં આમ-તેમ ડોલે.
શાંત રાતને ગજવી દે,
સૂતેલાને પજવી દે.
(ક્રમશ:)
