STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Fantasy

3  

Ramesh Patel (Aakashdeep)

Fantasy

નથી ભાળ્યું વિશ્વે પવનપુત્ર

નથી ભાળ્યું વિશ્વે પવનપુત્ર

1 min
207


નથી ભાળ્યું વિશ્વે પવનપુત્ર…

છંદ- શિખરિણી


નથી ભાળ્યું વિશ્વે પવનપુત્ર
અમાપા સામર્થ્ય, પવનપુત્ર ઓ, તવ સરિખું
બળી બાળા વેશે, ગતિ ગરૂડની, સૂર્ય ગરિમા
નમીએ નિષ્ઠાને, શિર શિવકૃપા,  ધન્ય સુત તું

ચતુરાઈ શાણી
રચ્યો  મૈત્રી  સેતુ,   ઉત્તર-દક્ષિણે,  રામ  મિલને
લઈ  મુદ્રા મળ્યા, જલધિ  છલંગે, માત   જનની
જલાવી લંકાને , અસુર શક્તિ વિલયે, વીર વચને

રટે સ્તુતિ દેવા
રમો સંગ્રામેતો, વજ્ર ખડકસા, યુધ્ધ નિપુણા
રચ્યો રામ  સેતુ, તરલ ખડકે, નિલ  નલથી
સંવારી મારૂતી,  વિજયકૂચથી, રામ  ગરિમા

અતિ સંહારી છે, કપટ અસુરો, ઈન્દ્રજીતસા
સંકટ ઘેરાયા, મૂર્છિત જ બંધુ, ઔષધિ હિમે
મૃતસંજીવની સહગિરી લઈ, આવ્યા પ્રભાતા

મહા ભાગ્ય દેવા, સુયશ લહરે, રામ  મુખથી
તમે ભ્રાતા મારા, ભરત સમ હા!, ભેટુ ઉરથી

ચિરંજીવી દેવા
ન તોલે તોલાય, વિમલ સુયશી, અષ્ટ સિધ્ધિ
અજીતા આલોકે,
ગઢી ગૌરવી તું, અવધપુરમાં, રામ સુખથી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy