નોટ , પાટી અને પેન
નોટ , પાટી અને પેન
ભોળા અમે અમારે તો ઈશ્વરની અમુલ્ય દેન
એક થેલી, ચોપડી, નોટ, પાટી અને પેન
ઘર અમારા કાચા મન અમારા સાચા
મજૂરી કરીને બે ટંકનું રળી લઈએ અમે
અમારે ક્યાં ધંધા નોકરીનાં લબાચા
જરૂર પડ્યે બે હાથ જોડી કરી લઈએ પ્રાર્થના
ઉપરવાળી બેંક બેઠી છેન...
અમારે તો નોટ, પાટી અને પેન
વાતાનુકૂલિત વસ્ત્રો અમારા ગંદા અને મેલા
બીજાના મંતવ્યો ક્યાં લઈએ અમે
રઝળવું, રખડવું, વિચરવું અમે તો ઘેલા
અમારે ક્યાં મોઘીદાટ કંપનીઓ રીબોક,લીવાઈસ
કે પછી વેનહુસેન...
અમારે તો નોટ, પાટી અને પેન
સાત્વિક આહાર દાળ ભાત શાક ખીચડી
વધીને મરચું અને રોટલા ખાઈએ અમે
પછી બચ્યું શું જીવનમાં ? નોટ અને ચોપડી
પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન
ખાઈને પડે છે ચેન ?...
અમારે તો નોટ, પાટી અને પેન
લખોટીઓ, ચોર પોલીસ, સંતાકુકડી, સતોડિયું
છાપો, પકનદાક બોલબેટ રમીએ અમે
પતંગ લેવા દોડતા તૂટે કોઈનું નડિયું
ટીવી, સ્માર્ટ ફોન જોવે રમે વિડીયો ગેમ
ઊંઘ ક્યાંથી આવે નૈન... અમારે તો નોટ, પાટી અને પેન
અગિયાર નંબરની કાયમી બસ અમારી
વધીને સાઈકલ લઈને ફરીએ અમે
અમારે ક્યાં પેટ્રોલ ડીઝલ ગેસની લાચારી
નથી પાસે મોંઘા બાઈક કે ગાડીઓ
ફ્રન્ટી, અલ્ટો કે ઝેન...
અમારે તો નોટ, પાટી અને પેન
ભોળા અમે અમારે તો ઈશ્વરની અમુલ્ય દેન
એક થેલી, ચોપડી, નોટ, પાટી અને પેન