STORYMIRROR

Bhakti Khatri

Abstract Others

3  

Bhakti Khatri

Abstract Others

નિવૃત્તિ પછીનો સમય

નિવૃત્તિ પછીનો સમય

1 min
135

આજ સુધી તરસતો પરિવાર મારો સમય,

આજ ખૂંચે એમને આપતો સઘળો સમય,


આજ સુધી નોકરીમાં વીતાવ્યો સઘળો સમય,

આજ અરમાન પૂરા કરવાનો આવ્યો સમય,


નોકરીના કારણે પરિવાર અને મારા વચ્ચે બની જે દીવાલ,

વાગે છે એમાં વપરાયેલ સામાન જ્યારે આવ્યો દીવાલ તોડવાનો સમય,


ઈશ્વરને કરું છું અરજ ન આપે કોઈને નિવૃત્તિ પછીનું આવું જીવન

નહિ જોવે નિવૃત્તિ મારે, પ્રવૃત્તિમય રહી સુધારું મારું જીવન,


ઈશ્વરના દર્શન કરવા જવા પણ જ્યાં લેવી પડે સંતાનની આજ્ઞા,

ના આવે કોઈના જીવનમાં એવો પરોપકારી સમય,


જાત મહેનતના કમાયેલ નાણાં ન વાપરી શકીએ જાત માટે,

ધૂળ છે એ કમાવવા પાછળ વીતાવેલ સમય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract