નહીં ભૂલી શકાય મારા એ પૂર્વજોને
નહીં ભૂલી શકાય મારા એ પૂર્વજોને
જે હતાં કુટુંબની આન-બાન-શાન,
ને હતાં જેમના દુર્લભ દર્શન.
નહીં ભૂલી શકાય....
જેમણે અમને લાડકોડથી ઉછેર્યા,
ને હેત દઈ અમને મોટા કર્યા.
નહીં ભૂલી શકાય...
જેમના કોમળ સ્પર્શથી વેદના ભૂલાઈ જતી,
ને આનંદ મોજથી જિંદગી પસાર થતી.
નહીં ભૂલી શકાય...
જે હતાં અમારાં જીવનનો આધાર,
ને અમને સંકટોમાંથી ઉગારનાર.
નહીં ભૂલી શકાય...
જે ચાલ્યાં ગયાં અમારા જીવનમાંથી,
ને પૂર્વજ બની ખરી ગયાં ડાળેથી.
નહીં ભૂલી શકાય.
