નહિ ફાવે
નહિ ફાવે
મને પ્રેમ વગરના ઠાલા શબ્દોથી ભોળવાઈ,
કોઈના દિલમાં રહેવાનું નહિ ફાવે,
આદત વશ ઝરણાની જેમ ખળ ખળ વહેવું છે,
ખાબોચિયાની જેમ સ્થિર રહેવાનું મને નહિ ફાવે,
હા વરસાદમાં ભીંજાવાનો મને અનહદ શોખ છે,
પણ કોઈની દંભી લાગણીથી ભીંજાવાનું મને નહિ ફાવે,
આ સમય ને ક્યાં રોકી શકાય છે,
પણ બરફની જેમ પીગળવું મને રોજ રોજ નહિ ફાવે,
ભલે હું કોઈની તરસ છીપાવી શકું એવી સરિતા નથી,
પણ મૃગજળ બની કોઈને છેતરવાનું મને નહિ ફાવે.
