નાસ્તિક
નાસ્તિક
દરેકને પોતપોતાની માન્યતા અને પોતપોતાના વિચાર છે,
ઈશ્વર છે કે નહીં, એ બાબતે દુનિયામાં યુગોથી તકરાર છે,
ભગવાન અને ધર્મમાં માનનાર, મોટો વર્ગ છે આસ્તિક,
નાસ્તિક છે એવો વર્ગ, જે ભગવાનના અસ્તિત્વ અંગે કરે પ્રહાર છે,
આમ જુઓ તો, નાસ્તિકતા પણ છે એક જાતની માન્યતા
સાચી હોય કે ખોટી દરેકને, પોતાની માન્યતા રાખવાનો અધિકાર છે,
સામાન્યતઃ આસ્તિક પાલન કરે છે, પોતાને વારસામાં મળેલ ધર્મનો
નાસ્તિક લોકો તો, દરેક દરેક ધર્મનો કરે અસ્વીકાર છે,
એવું જરૂરી નથી કે, દરેક નાસ્તિક હોય છે નકારાત્મક
નાસ્તિક તો ભગવાનના અસ્તિત્વ અંગે બેજાર છે,
ભગવાનના અસ્તિત્વ અંગે, પુરાવો તો કઈ રીતે આપી શકાય ?
નાસ્તિકની આ દલીલ સામે તો, થઈ જવાય લાચાર છે,
એવી પણ જોવા મળે છે, વિધિની વક્ર વિડંબના કે ‘સૌરભ’
કટર નાસ્તિક પણ મૃત્યુ સમયે, પરવરદિગાર માટે કરે પુકાર છે.
