નાજૂક કળીનું મન
નાજૂક કળીનું મન
નાજુક કળીને ખીલવાનું મન થયું છે,
વિશાળ અને સુંદર ફૂલ બનવાનું મન થયું છે.
ઈચ્છે છે ભલે કાંટા હોય તેની ડાળીમાં,
કોઈ તોડી ના શકે તેવું મજબૂત બનવાનું મન થયું છે.
કોશિશ કરશે ઘણા મને તોડવાની,
તે દરેક મુશ્કેલીનો સામનો કરવાનું મન થયું છે.
ભલે આવે પતંગિયું બની જીવનમાં
બીજાના રંગથી દૂર રહેવાનું મન થયું છે.
