મોટા થઈને શું મળ્યું
મોટા થઈને શું મળ્યું
જલ્દી મોટા થવાની જિદ હતી મારી,
શું મળ્યું મને મોટા થઈને ?
સોનેરી બચપણની ક્ષણો ગુમાવી,
આ મિત્રોનો ટોળી ગુમાવી,
આ સરોવર પાળ અને આંબાની ડાળ ગુમાવી,
આ ગિલ્લી દંડા ને પકડદાવ ગુમાવ્યાં,
આ ખોખો ને આંબલી પીપળી ગુમાવ્યાં,
જવાબદારીના મસ મોટા પોટલાં મળ્યાં,
એમાંય કેટલાય સપનાં રોળાયાં,
આંખોમાંથી આંસુ ઢોળાયાં,
સૌ પોતાના છે એજ ભ્રમમાં જીવતી હતી,
આજે ભ્રમ મારો તૂટી ગયો,
સ્વાર્થના છે સૌ સગા,
એ આજે સમજાયું,
મોટા થવાની જિદમાં સાચું સુખ ખોવાયું,
ખાલીપામાં આ જિંદગીનું સાચું સુખ ખોવાયું.
