મોત
મોત
મોત જેવાં મોતનાં પડ્યા કેટલાં નામ ?
રામ બોલો ભાઈ રામ સત્ય રામ નામ,
ઓફ થઈ ગયા ને વિંચાઈ ગઈ આંખો
રામ બોલો ભાઈ કપાઈ ગઈ છે પાંખો,
મરણ, મૈયત, તિરોભાવ ને કૈલાસવાસ
મૃત્યુ, પ્રયાણ, અંત, પ્રાણાંત, વૈકુંઠવાસ,
અવસાન, બોલી ગ્યો ખાતમો, અવસાન
દેહયાત્રા, વફાત, નિધન, બુઝાઈ શાન,
ગામો, ગ્યા ગામતરે, મરણ ને પાછા થ્યા
અંતક, મરો, માર, અત્યય, ને થાકી ગયાં,
નિપાત, મરણું, કૃતાંત, સંપરાય, કજારજા
પંચત્વમાં ભળી ગયા, રામશરણ, રજાકજા,
આવરકૂટો,પરાગતિ, ન થવાનું થયું દેહાંત
કાલધર્મ પામ્યાં, દેહ ત્યાગ કર્યો ને પ્રાણાંત,
મોત જેવાં મોતનાં પડ્યા કેટલાં નામ ?
દેહયાત્રા ઢળી ગ્યું ઢીમ એટલાં ઉપનામ.
