મોહ હતો
મોહ હતો
મોહ ઈશ્વરનો મને જબરો હતો,
નાથ મારો એમ ક્યાં નવરો હતો ?
શીશ ઝૂકાવી ચડું દાદર જરા,
માંગતો આ હાથ તો છીછરો હતો...
એમ ઈબાદત નથી ફળતી કદી,
સાદ ભીતરનોં બહુ અઘરો હતો...
ચાહના તો છે ઘણી રાધા મહી,
ગિરિધર ગોપાલ તો ભમરો હતો...
એ ભરોસો તો નહી તૂટે હવે,
મન ચહી ભક્તિ થકી ઉભરો હતો...
લાગણીઓનાં વહેણે ભાર છે,
લીન એના નામમાં નકરો હતો...
'નિત' તો દેવળની પાસે કોણ છે ?
ભીખ એની રોજનો વકરો હતો.
