મનનું પતંગિયું
મનનું પતંગિયું
ઊડી રહ્યું છે, રે ઊડી રહ્યું છે,
મનનું પતંગિયું ઊડી રહ્યું છે,
અડી રહ્યું છે, રે અડી રહ્યું છે,
મન આભને જાણે અડી રહ્યું છે,
જડી રહ્યું છે, રે જડી રહ્યું છે,
કોઈ રહસ્ય એને જાણે જડી રહ્યું છે,
ચડી રહ્યું છે, રે ચડી રહ્યું છે,
મન સીડી સફળતાની ચડી રહ્યું છે,
ભળી રહ્યું છે, રે ભળી રહ્યું છે,
મન સાત રંગોમાં ભળી રહ્યું છે,
ફળી રહ્યું છે, રે ફળી રહ્યું છે,
ફળ મહેનતનું હવે ફળી રહ્યું છે.