STORYMIRROR

Dipti Inamdar

Abstract Romance Fantasy

4  

Dipti Inamdar

Abstract Romance Fantasy

મનમોહક

મનમોહક

1 min
373

મોહનની મોરલી ટહુકી,

મારા મોહનની મોરલી ટહુકી,

વૃંદાવન રાસ રમવા ગઈ'તી,.

ત્યાં તો મોહનની મોરલી ટહુકી,


પાલવડો છોડ સૈયર,

જાઉં વૃંદાવન,

કાનુડો રમે છે ત્યાં રાસ, હો, ઓ..

ઉરના ઉમંગને ના પૂછ,

તું સખી મારે જાઉં છે કાનુડાની પાસ, હો..

ઓ.. વૃંદાવન રાસ રમવા ગઈતી ત્યાં તો,

મોહનની મોરલી ટહુકી,


હૈયામાં સારવેલ,

મનમોહક રૂપને

કેમે કરી ના વિસરાય,

હો, ઓ,

ઘેલી ગજગામિની હું,

દોડી વનવાટે,

છેડે કોકિલ વરણાગી રાગ, હો, ઓ,

વૃંદાવન રાસ રમવા ગઈ'તી, ત્યાં તો,

મોહનની મોરલી ટહુકી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract