STORYMIRROR

Author Sukavya

Fantasy Inspirational

3  

Author Sukavya

Fantasy Inspirational

મનગમતી હું

મનગમતી હું

2 mins
27.6K


મા, બાપ, ભાઈ અને બીજા ઘણા વિશે લખ્યું.

પણ, આજે બે શબ્દ પોતાના માટે લખવા કલમ ઉઠાવું છું.

ઉઠતાની સાથે પ્રતિબિંબને અરીસામાં પૂછતી કેવી લાગું છું હું આજે ?

એની સાથે પોતાનાથી ખુશ એવી ગુલાબી સવારની શરૂઆત કરું છું.


તાજાં ખિલેલાં ફૂલની જેમ ખિલેલો એવો હસતો ખિલખિલાટ તોફાની અંદાજ રાખુ છું.

બીજાના દેખાવમાં કપટ, અભિમાની એવા દેખાવથી

સુંદર, સુશિલ ચહેરાની પાછળ એક મિણ જેવુ હ્રદય રાખું છું.


સમજે છે ઘણા લોકો મને નાદાન, ના સમજ, રમતિયાળ પણ,

“જીવ”ને મારા હું પોતાનામાં ખોવાયેલો રાખું છું.

નાનાં ભુલકાઓ સાથે નાની અને ઘરડાં સાથે

ઘરડી વાતો થકી એમ ઉંમરના વહેણમાં ઢળતી રહું છું.


માંગો તો કઇ નહી પણ, ના માંગો તો અઢડક

એવો “નિ:સ્વાર્થ” પ્રેમ આપું છું.

પોતે દુ:ખી રહીને બીજા ને હસાવા માટે

પોતાની જાતને વારંવાર રમૂજ બનાવું છું.


શત્રુ પ્રત્યે “ક્રુર” અને દોસ્ત માટે બલિદાન કરી

દે “જાન” એવો ખંતીલ સ્વભાવ રાખુ છું.

બધાથી અલગ તરી આવુ એવો વેશભૂષા સાથે

કંઇક અલગ ચહેરા સાથે હરીફાઇ કરું છું.


“પિતા”ના પ્રાંગણથી “પિયુ”ના પ્રાંગણમાં આવી ગઇ છું,

તો પણ શોખ હજૂ મારા પિતાની ઢીંગલી જેવા જ રાખું છું.

લગ્ન જીવન પછી ગૃહિણી બનતી ચમચા ચમચી સાથે;

રમ​વાનાં બદલે હજૂ પણ હું ઢીંગલીઓ સાથે રમું છું.


માન આપું છું મોટા ને પણ મા-બાપની જો વાત આવે

તો “ભાન” ભુલી તોફાન મચાવું છું હું.

પોતાનાના થકી પણ “પાંરકા”ને

પોતાના બનાવાની જટીલ “શક્તિ” ધરાવ છું.


ના કરવા છતાં પણ ઘણાં પગલાં બીજાની “ખુશીઓ” માટે ભરું છું.

નથી રાખતી કોઇની “આવશ્યક્તા” મારી જિંદગીમાં છતાં પણ

તૂટતી આવશ્યક્તાને સ્વીકારી વારંવાર દુ:ખી થાઉં છું.


નથી બદલાતી હું કોઇ ના માટે, બદલુ છું લોકોને હું મારા માટે

કંઇક એટલે જ હું મારી “મનગમતી છું”.

યાદ કરૂ છું હું એકલતામાં બેસતી આજે ક્યાં છું હું ?

કંઇક, હું પોતે ખોવાયી ને પોતાને બીજાનામાં “શોધું” છું.

કંઈક બધાથી અલગ જેવી છું એવી પણ, દિલથી મનને ગમતી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy