STORYMIRROR

Arun Gondhali

Abstract

4  

Arun Gondhali

Abstract

મંગલમય

મંગલમય

1 min
543

ના પૂછીશ ઉમર 

એના પ્રેમમાં રવડૂબ્યો છું,


ના પૂછીશ સમય

એના સૌંદર્યમાં મસ્ત છું,


ના પૂછીશ રંગ

એના રંગે રંગાયો છું,


ના પૂછીશ આસ

એની ઝંખનામાં રાચું છું,


ના પૂછ ગીત કોઇ 

એની સરગમમાં ઝૂમુ છું,


ના પૂછ શિતળતા

એના બદલાતા રુખમાં પામુ છું,


ના પૂછ સહજતા 

એના ગળામાંથી વહેતા ઝરણામાં પામું છું,


ના પૂછ, ના કર સવાલ મને હવે,

એ કુદરત છે..બસ..

એ કુદરતનાં ખોળે રમવા માંગુ છું,


ફરવા માંગુ છું,

ઝૂમવા માંગુ છું,

નિહાળવા માંગુ છું,

જીવન અર્થ માંગુ છું,


સમજ માગું છું,

સહજતા માંગુ છું,

એની રચના, એની ધારા,

પાથરી, ઓઢવા માંગુ છું,


શાંત જીવન, બધાં જીવ અનુભવે

એવો અક્ષય શાંતિકાળ માંગુ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract