મને નહીં ફાવે
મને નહીં ફાવે
આમ ચુપકીદી હોઠ પર રાખી આંખોથી વાત કરવાનું નહીં ફાવે,
શબ્દોને મુકી ને આમ મૌનની ભાષા સમજાવાનું મને નહીં ફાવે.
અને આમ જ ખોટા વખાણ કરવાનું મને નહિ ફાવે,
અને જ્યારે તમારો મૂડ હોય ત્યારે મળવાનું આપણને નહિ ફાવે.
ભાવનાઓ ઠુકરાવી દો અને પ્રેમ છે એ જતાવો મને નહીં ફાવે,
એવાં ખોટા દંભ કરી ચેહરો બદલતા મને તો બિલ્કુલ નહીં ફાવે.
