મંદી
મંદી


વેપારી સહુ હેઠા બેઠા
રાખી દુકાનો ખુલ્લી,
ખરીદનારની રાહમાં
નથી ફક્ત વેપાર,
મિલના ભૂંગળા
ભૂંકે વૈશાખનંદન,
ભર્યા ભર્યા ભંડાર
કાબેલ કોઠારીથી,
ખેડૂત ટહુકા ચોરે કરે
પંખી કરે ખેતી,
નવરા નોકર ચાકર
છે રસ્તા સુમસામ,
નાદાર નાણાવટી
ખાલી ભિક્ષાપાત્ર,
દીવાન દીવાના
નવાબ રમે જંગે,
શ્વાન ભસે શેરીમાં
ગલૂડિયાં ગુલશોર
,
વૈદ સુતા ખાટલે
પરબ વગર માટલે,
જમડા ઘણા જોરમાં
પાડા ઊભા કતારમાં,
પાદર થયા પારકા
છોકરા છાનગપતીયા,
માખી બણબણે રસોડે
રસોડે રમખાણ,
વાતોની ભરમાર
બજારમાં મધરાત,
જંગલે દાવાનળ
આંસુ ટપકે નળ,
રક્ત ટપકે આંખમાં
ધમની શીરા રિક્ત,
ઊગ્યા બાવળીયા
કૂવા સરોવર તળાવ,
તેજી આવી તપમાં
ધૂણી ધખાવી તાપમાં.