આવક અને ખર્ચ
આવક અને ખર્ચ


કમાવ પહેલાં
ખર્ચ પછી કરો
આવક કરતાં ખર્ચ
હંમેશા ઓછો રાખો
પરસેવો વળવા દયો
એ.સી. પછી ચાલું કરો
પહેલાં પંખાની ટ્રાય કરો
હાથ પગ પહેલાં ચલાવો
પાંખ આકાશમાં જઈને ફેલાવો
ચાવો જરા જોર દઈને
કોળિયો ગળે પછી ઉતારો
કક્કો શીખી બારાક્ષરી શીખો
શબ્દકોષનું થોડું પછી રાખો
કમાવ પહેલાં પછી ખર્ચ કરો
બચતની થોડી ટેવ રાખો
ક્યારેક ક્યારેક હિસાબ રાખો
આવક કાલે ઘટશે એવું યાદ રાખો
ખર્ચ તો અ
ચૂક વધશે એનું યાદ રાખો
ઉધાર બહું મોંઘુ પડશે એ ભૂલશો નહીં
નાણાં વગરનો નાથિયો
ને નાણે નાથાલાલ
માંગવા વાળા તો મળતાં રહેશે
આપવા વાળા એમ મળશે નહીં
ટીપે ટીપે સરોવર ભરાય
તડકો પડ્યે નદી સુકાય
સંઘર્યો સાપ કામે લાગશે
કરકસર બીજો ભાઈ છે
પણ બીજી આવક તો મા છે
આવક જળની સરવાણી છે
કીડી વેગે આવે છે
ઘોડાં વેગે જાય છે
લાલચ બુરી ચીજ છે
સાચવો જીવનનું સરવૈયું
હેતથી ભરશે સૌનું હૈયું