આજની હોસ્પિટલ
આજની હોસ્પિટલ
બતાવવા ગયા આંખ
ને કાપી નાખી પાંખ
ચિરી નાખ્યું દિલ
બનાવ્યું મોટું બિલ
પકવવા ખોટો વીમો
સુવાડ્યો તો ધીમો
જાગી જાઉં તો દુઃખે
પોઢી ગયો હું કૂખે
બિલ બનાવે સુખે
ભરું નહીં તો રુખે
વાતો પડતી કાને
ચીરો એમ સૌ માને
કેશ લેસ છે વીમો
કમાઈ બની જાય ભીમો
વૈદ્ય ભરીને ગજવા
આબરૂ હોય તો લજવા
દિવાળી કોના બાપની
સરકારી સંપતિ આપની
ભલે થઈ હોય શરદી
દાખલ કરી દયો દરદી
દવાઓ આપો ખોટી
પથારી રાખો મોટી
ફેરવો પથારી એની
શરમ રાખવી શેની
દુઃખે ભલે ગમે તે અંગ
ભડકાવો હૃદયને સંગ
કાપી નાખો ચીરી નાખો
હ્રદયે હામ ભરપુર રાખો
કરો વાતો મીઠી
હિસાબ રાખો ચિઠ્ઠી
લીધા સોગંદ જુઠ્ઠાં
હિપોક્રેટીકનાં છે ઠુઠ્ઠા
દરદી કોઈ પણ આવે જ્યારે
નાડી નહીં પણ ખિસ્સું ત્યારે
તેજ તપાસો વીમો કેટલો
મોટો બતાવો રોગ એટલો
કાલ જોઈ છે કોણે
ધન ભરી લ્યો દોણે
