ગુરુત્વાર્ષણ
ગુરુત્વાર્ષણ


આંબે ઊંચા આભને રોજે
ગજબ ગજ ગિરિરાજ ગાજે
વિસ્તારે વહન વાંભના વાંભ સાજે
ધરા ધરે નહીં પળ ભર તો સાવ લાજે
સરિત્પતી સમંદર સલિલ સંઘરે
જલ જટિલ અપાર નાવિકો ઘરે
ઉમંગે ઉછળે ઇન્દુને આંબવા મરે
ભૂમિ ભાળે તો જ એનાં પગ ઠરે
નાનું મોટું ઊંચું નીચું જગ પરે
હીણ હલકું ભારે વજને વીફરે
પડે હેઠું ધબ કરતું ધરણી ઉપરે
ટકે નહીં કોઈ શાશ્વત કદી છાપરે
ઉડે જલધર
ક્ષણભર ઊંચે જઈને
વરસે વહાલે વેગે જ્યારે દિલ દઈને
સૈર કરવાં ચીલ જ્યારે દોર લઈને
ધુમ્રસૈર ભટકે ધરા પર ધુંવાફુવા થઈને
ચડે ઉપર તે પટકે અચૂક નીચે
જગ તણો એ સર્વથા નિમ નિશ્ચે
અપવાદ એક એમાં મૂળનો વિશ્વે
કરી જોર ઝાઝું જમીન અંદરે ઉતરે
ચૂસી ધરા તળ રોજ જલ ઊંચકે
ઊંચે લઈ જઈ શાખ પર્ણ હિંચકે
તૃષા છિપાવે ફળ ફૂલની વગર યંત્રે
અજાયબ જાદુ કરે મંત્રે કે ષડયંત્રે